તેમણે ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં ૭૫ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ યુનાઈટેડ (JDU) નેતા શરદ યાદવનું ૭૫ વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી સુભાષિની શરદ યાદવે ફેસબુક પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી
શરદ યાદવની પુત્રી સુભાષિની શરદ યાદવે તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે “પાપા હવે નથી”.
શરદ યાદવ પહેલીવાર ૧૯૭૪માં મધ્યપ્રદેશના જબલપુરથી પેટાચૂંટણીમાં લોકસભામાં ચૂંટાયા હતા.
આ તે સમય હતો કેે જેપી આંદોલન ચરમસીમા પર હતી અને તેઓ જય પ્રકાશ નારાયણ દ્વારા હલધર કિસાનના પ્રતીક પર ચૂંટાયેલા પ્રથમ ઉમેદવાર હતા. આ પછી, ૧૯૭૭ માં, તેઓ આ જ મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા. ૧૯૭૯માં જ્યારે જનતા પાર્ટીનું વિભાજન થયું ત્યારે તેમણે ચરણ સિંહ જૂથને ટેકો આપ્યો હતો.
જ્યારે રાજીવ ગાંધી પહેલીવાર ૧૯૮૧માં અમેઠીની પેટાચૂંટણી જીતીને લોકસભામાં પ્રવેશ્યા ત્યારે શરદ યાદવ લોકદળની ટિકિટ પર હારેલા ઉમેદવાર હતા.
તેઓ ૧૯૮૪માં ઉત્તર પ્રદેશના બદાયૂથી ચરણ સિંહના નેતૃત્વમાં લોકદળની ટિકિટ પર હાર્યા હતા. આ પછી, વર્ષ ૧૯૮૯ માં, તેઓ જનતા દળના સભ્ય તરીકે બદાયૂ (લોકસભા મતવિસ્તાર) થી ચૂંટાયા.
ત્યાર બાદ, લાલુ યાદવે તેમની સીટ પરથી રાજીનામું આપ્યા પછી ૨૦૦૪ માં પેટાચૂંટણી સિવાય, તેઓ બિહારના મધેપુરા લોકસભા મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૯ અને ૨૦૦૯માં ચાર વખત મધેપુરા બેઠક પરથી જીત્યા હતા.
લાલુ યાદવે દુઃખ વ્યક્ત કર્યું
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે શુક્રવારે સિંગાપોરથી એક વીડિયો સંદેશમાં શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. દિવંગત નેતા માટે ટિ્વટર પર વીડિયો મેસેજ પોસ્ટ કરતા લાલુ યાદવ ભાવુક થઈ ગયા હતા. લાલુ યાદવ હાલમાં સિંગાપોરમાં પોતાની કિડનીની સારવાર કરાવી રહ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે
રાહુલ ગાંધી શરદ યાદવના પરિવારજનોને પણ મળ્યા હતા. શરદ યાદવની પુત્રી અને કોંગ્રેસ નેતા સુભાષિની રાજ રાવ રાહુલ ગાંધીને ગળે લગાવીને રડી પડી હતી. રાહુલ ગાંધી તેમને સંભાળતા જાેવા મળ્યા હતા.