ક્રિકેટર ઋષભ પંતનો અકસ્માતઃ પંત ગંભીર રીતે ધાયલ હોસ્પિટલમાં ભરતી, ગાડી બળીને ખાક

  • ઋષભ પંત રૂરકીથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો

    ક્રિકેટર ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો છે. રિષભ પંતની કારનો ભયાનક અકસ્માત થયો છે. તે રૂરકીથી આવી રહ્યો હતો ત્યારે ધુમ્મસને કારણે તેની કાર હાઈવેની રેલિંગ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર બળીને ખાક થઈ ગઈ હતી. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

    દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે, હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના કપાળ અને પગમાં ઈજા થઈ છે.

    દિલ્હીમાં પ્લાસ્ટિક સર્જરી થશે

    ક્રિકેટર ઋષભ પંત અકસ્માતની માહિતી મળતાં જ દેહતના પોલીસ અધિક્ષક સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે ઋષભ પંતની હાલત હાલ સ્થિર છે. તેને રૂરકીથી દિલ્હી રીફર કરવામાં આવી રહ્યો છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.

    પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઋષભની ​​કાર રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. આગને ભારે મુશ્કેલીથી કાબૂમાં લેવામાં આવી હતી, જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઋષભ પંતને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્ય.

    જણાવી દઈએ કે ઋષભ પંતનું ઘર રૂરકીમાં છે. કારમાં આગ લાગતાની સાથે જ ગ્રામજનો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

    ક્રિકેટરોએ જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી

    પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગથી લઈને અનિલ કુંબલેએ તેને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.

    VVS લક્ષ્મણે લખ્યું કે, “આભારપૂર્વક, પંત હવે ખતરાની બહાર છે.”