ભારત સરકારનો નામીબીયા સાથે બીજા ૧૪ ચિત્તાઓનો કર્યો કરાર

  • બીજા ૧૪ ચિત્તા આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવશે
  • રાજ્યસભામાં પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ આપી જાણકારી
  • નામિબિયા સાથે કર્યો ભારત સરકારે કર્યો કરાર

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. કે આફ્રિકાના નામીબીયાથી થોડાક દિવસોમાં બીજા ૧૨ થી ૧૪ ચિત્તા ભારતમાં લાવવામાં આવશે.તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આફ્રિકાથી ૧૨ થી ૧૪ ચિત્તા ભારતમાં લાવવામાં આવશે.આ માટે ભારત સરકારે નામિબિયા સરકાર સાથે કરાર પણ કર્યો છે. સંસદમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,પ્રોજેક્ટ ટાઈગર હેઠળ, ચિત્તાઓને ભારત લાવવા માટે ૩૮.૭ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.આ પ્રોજેક્ટ ૨૦૨૧-૨૨ થી શરૂ થઈને ૨૦૨૫-૨૬ સુધી ચાલશે.

થોડાક સમય પહેલા તાજેતરમાં, નામિબિયામાંથી આઠ ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા હતા. તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસે મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા.તેમાં ૫ માદાઓ અને ૩ નરનો સમાવેશ થાય છે. કુનોમાં સારી રીતે સ્થાયી થયા પછી, ચિત્તાઓએ પણ ત્યાં શિકાર કરવાનું શરૂ કર્યું છે. શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે, મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૫૨૬ વાઘ છે. સૌથી વધુ ૩૪૨૧ દીપડા છે. રાજ્યમાં ૩૦ ટકાથી વધુ જંગલો છે. રાજ્યમાં ૧૦ રાષ્ટ્રીય ઉદ્યાનો, ૬ વાઘ અનામત અને ૨૫ વન્યજીવ અભયારણ્ય છે. આ સાથે મગર અને ગીધ પણ મધ્યપ્રદેશમાં સૌથી વધુ છે. ચૌહાણ કહે છે કે ચિત્તા નામીબિયાથી આવ્યા છે. ચિત્તાનો પરિચય એ એક અસાધારણ ઘટના છે.