એપીજે અબ્દુલ કલામની સાદગીને સલામ

એપીજે અબ્દુલ કલામની સાદગીને સલામ

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ રાષ્ટ્રપતિએ ડૉ.અબ્દુલ કલામન જેટલી લોકપ્રિયતા હાંસલ કરી હશે. ભારતનાં રાજકારણીઓમાં જ્યારં નૈતિકતાનો ભારે દુકાળ જાેવા મળે છે. ત્યારે ડો. કલામે સાદગી, સરળતા અને સજ્જનતાનું એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગભગ આખું ભારત એમ ઈચ્છતું હતું કે ડો. કલામ બીજુ ટર્મ માટે રાષ્ટ્રપતિ તરીકે ચાલુ રહે, પણ રાજકારણના દાવપેચો વચ્ચે તે શક્ય નહોતંુ. ભારતાના રાષ્ટ્રપતિનો હોદ્દો આમ તો અંગ્રેજાેના વાઈસરોયના હોદ્દાની સમકક્ષ અને તેના વારસદાર જેવો જ ગણાય. જે બંગાલમાં સમગ્ર ભારત પર બ્રિટનની રાણી વતી રાજ કરનારા વાઈસરોય રહેતા હતા, તે વાઈસરોય હાઉસ તે રાષ્ટરપતિ ભવન તરીકે ઓળખાય છે અને તેમાં ભારતના રાષ્ટ્રપતિ મહિમ રહે છે. ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો આમ તો શોભાના ગાંઠીયા જેવો કે વડા પ્રધાનના રબ્બર સ્ટેમ જેવો છે, પણ તેની શાન અબ્દુલ કલામે પોતાની સાદગીથી વધારી છે. અબ્દુલ કલામે જ્યરે રાષ્ટ્રપતિ ભવનમામથી વિદાય લીધી ત્યારે તેમની પાસે વ્યકતિગત ઘરવખરીના રૂપમાં માત્ર બે જ સૂટકેસ હતી, જે તેમની સાદગી પુરાવો છે.

બહુ ઓછા લોકોને ખબર હશે કે રાષ્ટ્રપતિ ભવનનો વાર્ષિક ખર્ચ જે અગાઉ ૨૩ કરોડ રૂપિયા આવતો હતો, તેને ઘટાડીનો ૧૯ કરોડ પર લાવવાનું કાર્ય અબ્દુલ કલામે જ કર્યુ હતું. એક વખત તેમના દક્ષિણ ભારતના ૫૩ સંબંધીઓ રાષ્ટ્રપતિના મહેમાન બનીને અબ્દુલ કલામને મળવા આવી ગયા અને એક સપ્તાહ સુધી રાષ્ટ્રાપતિ ભવનમાં રહ્યા. રાષ્ટ્રાપતિએ પોતાના સ્ટફને કડક સૂચના આપી દીધી હતી કે આ મહેમાનોનો એક પણ રૂપિયાનો ખર્ચ રાષ્ટ્રપતિ ભવનના ખાતામાં નાખવાનો નથી, આ બધા મારા અંગત મહેમાનો છે. આ મહેમાનોને રેલવે સ્ટેશનેથી રાષ્ટ્રપતિ ભવનમાં લાવવા માટે અને દિલ્હીમાં ફરવા માટે ખાનગી ટેક્સીઓ ભાડે કરવામાં આવી પણ એક સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં. તેમના માટે રાષ્ટ્રપતિ ભવનમાં જે ભોજન રાંધવામાં આવ્યું, તેનો હિસાબ પણ અલગ રાખવામાં આવ્યો હતો. તેમના માટે રાષ્ટ્રપતિ ભવનમાં જેટલા ઓરડાઓ ફાળવવામાં આવ્ય, તેનું, ભાડું પણ અલગથી ગણવામાં આવ્યું હતું. એક સપ્તાહના અંતે આ ૫૩ મહેમાનો પાછા ફર્યા ત્યાં સુધીમાં રાષ્ટ્રપતિના અંગત ખાતાંમાથી ૩,૫૪,૯૨૪ રૂપિયા ઓછા થઈ ગયા હતા. પોતાના મહેમાનોનો જરા પણ બોજાે દેશની તિજાેરી ઉપર ન પડે તેની બરાબર કાળજી રાષ્ટ્રપતિએ રાખી હતી. આજે સરકારી અધિકારીઓ સરકારી વાહનોનો અને બંગલાઓનો બેફામ ઉપયોગ પોતાનાં અંગત કામો માટે કરવામાં જરાય શરમ કે સંકોચનો અનુભવ નથી કરતા ત્યારે દેશના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન આ વ્યક્તિની સાદગી ખરેખર સલામને પાત્ર છે.

સારા નેતા કેટલા સારા મનુષ્ય હોવા જાેઈએ એ વાત પણ આપણા નેતાઓએ ડૉ. કલામ પસે શીખવા જેવી છે. એક વખત સખત વરસાદને કારણે રાષ્ટ્રપતિના બેડરૂમમાં પાણી પ્ટપકવા લાગ્યું અને આખી રાત તેઓ સૂઈ શક્યા નહીં. સવારે ઉઠીને તેમણે પોતાના અંગત સચિવ પી.એમ નાયરને એટલું જ કહ્યું કે, મારા બેડરુમમાં તો તમે મરામત કરવી લેશો તેની મને ખતરી છે, મને બાકીના કર્મચારીઓની ચિંતા છે, તેમના માટે કાંઈક કરો. રાષ્ટ્રપતિના અંગત સચિવ એટલા બધા હલી ગયા કે તેમણે કેન્દ્રના જાહેર બાંધકામ ખાતાંની મદદ લઈ તમામ સ્ટાફ ક્વાટર્સની મરામત કરવી આપી. કર્મચારીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમની આંખમાં હર્ષનાં અશ્રુ આવી ગયાં. ડૉ કલામ હકીકતમાં ભારતના વડાપ્રધાન બનવાની લાયકાત ધરાવતા હતા પણ રાદકારણમાં સાચા અને સારા માણસોને સ્થાન નથી એ ફરી એક વખત પુરવાર થઈ ગયું છે.