ગુજરાત ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ સાંજે પાંચ કલાકે પડઘમ શાંત

ગુજરાત ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ સાંજે પાંચ કલાકે પડઘમ શાંત

૨૦૨૨ની ૧૫મી ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજે પાંચ કલાક શાંત થઈ જશે. ખાનગી પ્રચાર ડોર ટુ ડોર કરશે. બીજા તબક્કાની ૧૪ જીલ્લાની ૯૩ બેઠક પર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કુલ ૮૩૩ ઉમેંદવારો છે. ૫ ડિસેમ્બરે સોમવારે મતદાન થશે. ભારતીય જનતા પાર્ટીથી લઈને આમ આદમી પાર્ટી સુધી અને કોંગ્રેસ રાજ્યમાં છેલ્લા દમ સુધી હુંકાર ભરતી જાેવા મળી.

ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીતશાહ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પ્રચાર અભિયાનનો આજે અંત આવી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૩૧થી વધુ રેલીઓનો સંબોધિત કરી અને ત્રણ મોટા રોડ શો કર્યા પ્રધાનમંત્રી આગેવાનીમાં અમદાવાદમાં સૌથી મોટા રોડ શો કર્યો ભાજપના મત પ્રમાણે સૌથી મોટો રોડ શો પહેલીવાર ઈતિહસમા બન્યું છે. ૫૦ કિલો મિટરથી લાંબો રોડ શોમાં અમદાવાદની ૧૩ વિધાનસભાની સીટ આવરી લીધી હતી.