પ્રથમ તબક્કાની ૮૯ બેઠકની ચૂંટણીમાં ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં 18.86% મતદાન

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકની ચૂંટણીમાં ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં 18.86% મતદાન

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં 18.86% મતદાન, 26.47% સાથે તાપી જીલ્લો પ્રથમ નંબરે. દેવભુમી દ્વારકા માં સૌથી ઓછું 15.86 મતદાન.

  • પ્રથમ તબક્કાના મતદાનને 3 કલાકનુ મતદાન પૂર્ણ
  • 89 બેઠકો પર અત્યાર સુધી સરેરાશ 11 ટકા મતદાન
  • ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં વધુ મતદાન
  • વલસાડની કપરાડા બેઠક પર 12 ટકા મતદાન
  • પોરબંદર, દ્વારકા જિલ્લામાં ઓછું મતદાન
  • પ્રથમ તબક્કાના મતદાન 19 જિલ્લાના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાયુ
  • મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત
  • સવારે 6.30 કલાકથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી સતત અવલોકન રહેશે
  • વિધાનસભાની ચૂંટણી મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.
  • પ્રથમ તબક્કામાં તા. 1લી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે;
  • એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાયુ.
  • પ્રથમ તબક્કામાં કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાશે.
  • તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.
  • મુખ્ય નિર્વાચન અધિકારી ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
  • જ્યાંથી આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે.
  • આ મોનિટરિંગ રૂમમાં 42 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ મતદાન સવારે 8:00 વાગે શરૂ થાય તે પૂર્વેથી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે.
  • છ જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ૬૦ ટકાથી ઓછુ મતદાન થાય ભાજપને મોટો નુકશાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થાય હાલ મતદાન ૧૧ વાગ્યા સુધી સરેરાસ મતદાન ૧૧ ટકા થયું છે. જેમાં વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે સવારે 11 વાગ્યા સુધી 19.57 ટકા મતદાન નોંધાયું છે. ધરમપુર – 20.71 ટકા, કપરાડા – 26.42 ટકા, પારડી -18.02 ટકા, ઉમરગામ – 18.47 ટકા, વલસાડ – 14.27 ટકા થયું છે. કચ્છ જિલ્લાની ૬ બેઠક પર અબડાસા 24.47, અંજાર 11.39, ભુજ19.99, ગાંધીધામ 12.94, માંડવી 19.99, રાપર 18.13 ટકા થયું છે