૧.ડિસેમ્બર સુરત સહિત ૧૯ જીલ્લાની ૮૯ બેઠક પર મતદાન

૧.ડિસેમ્બર સુરત સહિત ૧૯ જીલ્લાની ૮૯ બેઠક પર મતદાન
  • સુરતની ૧૭ બેઠકમાં અલ્પેશ કથિરિયા વરાછા અને ગોપલ ઈટાલીયા કતારગામથી એમ પ્રથમ ચરણની કુલ ૮૯ બેઠક ૧.ડિસેમ્બરે મતદાન ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના ઉમેંદવારોના દાવ, મતદાન અમારી તરફેળમાં

પ્રથમ ચરણની સુરત સહિત ૧૯ જીલ્લાની કુલ ૮૯ બેઠક પર કાલે ૧.ડિસેમ્બરે મતદાન આજે પૂર્વ નિર્ધારીત તારીખ મુજબ પ્રચાર પડઘમ શાંત થયા હતા અને આજથી કોઇ સભા, રેલી, જાહેરસભા કે ગૃપ મીટીંગો થઇ શકશે નહિં, કે કોઇ રિક્ષાઓમાં માઇક પર પ્રચાર પણ થઇ શકશે નહિં. કોઇ ઉમેદવારો હવે પ્રચાર કરી શકશે નહિં. આવતીકાલ ગુરૂવારે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની બેઠકો ઉપરાંત કુલ ૮૯ બેઠકો પર મતદાન થશે અને ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થશે. આજે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત વિવિધ રાજકિયપક્ષોના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોએ પોત પોતાની
તરફેણમાં ગુરૂવારે લોકો મતદાન કરશે તેવા દાવાઓ કર્યા હતા.આજે પ્રચાર પડઘમના અંતિમ દિવસે ભાવનગરમાં
જે.પી.ર્નીાએ રોડ-શો કર્યો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ રોડ શો કર્યો હતો. અને કોંગ્રેસે પણ જાહેરસભાઓ અને રોડ શો કર્યા હતા.