મોધાદાટ રાજનેતાઓ, સેવા મફત.
આપણા સૌવના ભારત દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીને ક્યારેય સુરક્ષાની જરુર નહોતી પડી. આજના નેતાઓ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીથી લઈને ધારાસભ્ય સુધીના નેતાઓ રાજકારણીઓ ચોવીસ કલાક સુરક્ષા કર્મીઓથી ધેરાયેલા હોય છે. પગાર ધોરણ પણ તોતિંગ હોય છે. સુવિધાઓની ભરમાર હોય છે.જેટલી સુવિધા દેશની ફોજના જવાનોને નથી મળતી તેનાથી સારી સુવિધાઓ નેતાઓને ધરથી લઈને બસ, ટ્રેન, વિમાની મુસફરી સુધીની સેવાઓ મફત મળે છે. ધારસભ્યના પ્રતિ મહિને પગાર ૭૮,૮૦૦ની બેઝિક પગાર, વાર્ષિક પેકેજ રુ.૯.૪૫ લાખ અને મોંધવારી ભથ્થુ મહિને રુ.૫.૫૧૬ અન્ય ભથ્થા ટેલિફોન બીલ રુ.૭૦૦૦, પોસ્ટલ સ્ટેસનરી ચાર્જ રુ.૫૦૦૦, સેક્રેટરી માટે રુ.૨૦,૦૦૦, દૈનિક ભથ્થુ, પ્રવાસ ભથ્થુમાં માલિકી કે ભાડાની કાર હોય પ્રતિ કિલોમીટરે ભાવના ડિઝલ કે પેટ્રોલના પૈસા ચૂકવે છે. વર્ષમાં ત્રણવાર વિમાન મુસાફરી મફત, તબીબી સેવા પણ મફત મળે છે. તે છતાય આપણા આજના રાજનેતાઓ માને છે કે સશસ્ત્ર કમાન્ડો તેમને સુરક્ષા પ્રદાન કરી થકશે અને આવનારાં મોતને ટાળી શકશે. આ કારણે આપણા દેશના રાજનેતાઓ આશરે બે હજારથી વધુને વીઆઈપીઓને જે સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે, તેની પાછળ અંદાજે ખર્ચ વર્ષે અબજાે રુપિયા રકતા પણ વધુ ફાલતૂ થાય છે. અને અંદાજે વીસ હજારથી વધુ પોલિસ કર્મચારીઓને રોકી રાખવા પડે છે.
આપણા દેશના વડા પ્રધાનની સ્પેસિયલ પ્રોટેક્શન ગ્રુપ(એસપીજી) પાછળ રોજનો ખર્ચ એક કરોડ ૬૨ લાખ રુપિયા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયએ સાંસદમાં લેખિતમા મળેલ જવાબ જાણકારી આપી છે. અને જણાવી દઈયે ભારત દેશના ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ સ્પેસિયલ પ્રોટેક્શન ગ્રુપ(એસપીજી) સુરક્ષા મળશે સાંસદમાં કાનુંન બનાયો છે વડા પ્રધાનના પદ પરથી હટ્યા બાદ પણ પાંચ વર્ષ સુધી એસપીજી સુરક્ષા મળશે આમ આપણા દેશના વડા પ્રધાનની સુરક્ષા પાછળ વર્ષે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
દેશની ૧૩૦ કરોડ લોકોને આજે પણ એક ટેકનું જમવાનું માંડ નસીબમાં હોય છે. તેની પ્રજાની સેવા કરવાના સોગંદ સાથે સત્તા ઉપર આવેલા રાજનેતાઓની સુરક્ષા પાછળ આટલો ખર્ચો કરવો કેટલો અંશે યગ્ય છે.? આ ખર્ચા સામે આ નેતાઓ દેશની કેટલી સેવા કરે છે.
દેશના સંસ્થાનો અહેવાલ માનીએ તો અત્યારે જે બે હજારથી વધુ વીઆઈપીઓને સરકારી ખર્ચે સુરક્ષા આપવાનું કરવામાં આવે છે. તેમને ખરેખર ૫૦૦ રાજનેતાઓ જે સુરક્ષાની જરુર છે. બીજા એવા રાજકારણીઓને છે. જેમની સુરક્ષા ધાટાડી દેવામા આવે તો ચાલે એમ છે. પજાબ, મધ્ય પ્રદેશ, અસામ, કોંગ્રેસ અધ્યક્ષ સમાવેશ થાય છે. આમાંના કેટલાક વીઆઈપીઓ જાે દેશની સેવા કરતાં શહીદ થઈ જાય તો દેશને કોઈ ખોટ પડવાની નથી, જે ખોટ પડવાની છે તે એમના પરિવારજનોને પડવાની છે. આ બધા વીઆઈપીઓને તેમ છતાં સુરક્ષા જાેઈતી જ હોય તો પોતાના ખર્ચે પ્રપ્ત કરી લેવી જાેઈએ