ભાજપ વિરુધ મતદાન કરવાનો ગુજરાત માલદારી સમાજનો આહવાન

અમદાવાદ

માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે

ગુજરાતનાં ૭૦ લાખ કરતા પણ વધુ માલધારીઓ અને માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ ભાજપ વિરૂધ્ધ મતદાન કરશે કોઈપણ રાજકીય પક્ષ છેતરી ના જાય તેમજ જેથી આવનાર સમયમાં આપણી આવનાર પીઢીને કોઈપણ રાજકીય પક્ષ છેતરી ના જાય તેમજ આપણા માલધારી સમાજની અવગણના ના થાય તેમજ માલધારી સમાજનાં જુના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે. ગુજરાત સરકાર જાેડે આપણા સંતો-મહંતો, ભુવાજીઓ,સામાજીક રાજકીય આગેવાનો, ગીર બરડા અને આલેચનાં મુદ્દે તેમજ નીચે જણાવેલ મુદ્દાઓ અંગે અનેક વખત મીટીંગો કરી ચુક્યા છે છતાંય આપણાને કોઈ ન્યાય મળ્યો નથી. દોઢ વર્ષથી ગુજરાતનાં માલધારી સમાજ ઉપર કાયદાની આંટીકુટીમાં આપણા સમાજના ભાઈઓ-બહેનો ઉપર અનેક ખોટા પોલીસ કેસો કરી જેલમાં નાખ્યા છે. તાજેતરમાં એક માલધારીને બે વર્ષની સજા પણ થયેલ છે. આપણી બેન-દિકરીઓને ધક્કા-મુક્કા મારીને પોલીસે અને કોર્પોરેશને જુલમ ગુજાર્યો છે. આપણા ગાયોના ગૌચરો બે પગવાળા ઉદ્યોગપતિઓ આખલાઓને પધરાવી દીધાં છે. શહેરી વિસ્તારમાં વર્ષોથી માલધારી સમાજની માંગણી છ. કે માલધારી વસાહતો બનાવી માલધારી સમાજને ન્યાય આપવો જાેઈએ.

મહાપંચાયતની વિનંતી છે કે આવનાર તા. ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરે ચુંટણીનાં દિવસે ભાજપ વિરૂધ્ધ
મતદાન કરશે.

માલધારી સમાજની માંગણીઓ.

(૧) ગીર, બરડા અને આલેચ નાં પ્રશ્ન નો નિકાલ ન થયો.
(૨) માલધારી વસાહતો ન બનાવી અને નિર્દોષ લોકોને અકસ્માતોનો ભોગ બનવો પડ્યું.

(૩) હાલ તબક્કે પણ માલધારી સમાજનાં પશુપાલન કરતા લોકો ઉપર ખોટા પોલીસ કેસ કરી જેલમાં
પુરવામાં આવે છે.

(૪) ૧૫૬ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકા, ૭૦ લાખ કરતા પણ વધુ માલધારીઓ વસવાટ કરે છે તેઓને બેરોજગાર બનાવવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે.

(૫) સમગ્ર ગુજરાતમાં દુધની ડેરી અને મંડળીઓમાંથી માલધારી સમાજનો એકડો કાઢી નાખ્યો.
(૬) માલધારી સમાજને ખેડૂત બનાવનો હક્ક ના આપ્યો. સમાયબાદ