જેતપુરના કેરાળી ગામે યુવાનની હત્યામાં નવો ઘટસ્ફોટઃ મામી સાથે આડા સંબંધ હોવાથી મામાએ દારૂ પીવડાવી ભાણેજને કુવામાં ધક્કો મારી હત્યા કરી’તી, અટકાયત

જેતપુર તાલુકાના અને વીરપુર નજીકના કેરાળી ગામની સીમમાં 20 દિવસ પૂર્વે એક કૂવામાંથી શ્રમિક યુવક નિલેશ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ચોપડે અકસ્માતે મોતની નોંધ કરી પોલીસે તપાસ ચલાવતા મૃતકને કૌટુંબિક મામી સાથેના પ્રેમ પ્રકરણમાં મામા વિનુભાઈ વસાવાએ જ ચિક્કાર દારૂ પીવડાવી કૂવામાં ફેંકી દઈ હત્યા કરી નાખી હોવાનું ખુલતા પોલીસે આરોપી મામાની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં નિલેશને મામી કવિતાબેન સાથે આડા સંબંધ હોવાની જાણ મામા વિનુભાઈને થઈ ગઈ હતી. આથી નિલેશને ચિક્કાર દારૂ પીવડાવી મામા વિનુભાઈએ કૂવાની પાળી પર બેસાડી ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

નિલેશનો કૂવામાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો

નિલેશનો કૂવામાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો

મૃતક નિલેશ વસાવા ચાર વર્ષથી કેરાળી ગામે ખેત મજૂરી કરતો હતો
મૂળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વતની નિલેશ વસાવા છેલ્લા ચાર વર્ષથી પોતાના પરિવાર સાથે રહી જેતપુર તાલુકાના કેરાળી ગામે રહેતા વજુભાઈ બાલધાની વાડીએ જ રહી ખેત મજૂરી કામ કરતો હતો. ગત 27 નવેમ્બરના રોજ સાંજે વાડીએથી ગુમ થઈ જતા તેમના પત્ની કૈલાશબેને વીરપુર પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી હતી. ત્યારબાદ
ગુમ થયેલા નિલેશનો મૃતદેહ કેરાળી ગામથી 20 કિલોમીટર દૂર રણછોડભાઈ રામોલિયાની વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો.