મહારાષ્ટ્ર સરકારે તેમના રાશન કાર્ડ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત 5,600 સેક્સ વર્કર્સને પ્રત્યેક મહિને 5 હજાર રૂપિયા અને 5 કિલો રાશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર પ્રથમ એવું રાજ્ય બન્યુ છે કે જ્યાં સેક્સ વર્કર્સ માટે આ સુવિધા હશે. એક એનજીઓના સરવેમાં માહિતી સામે આવી હતી કે મોટાભાગની સેક્સ વર્કર્સ પાસે રાશન કાર્ડ, આધાર કાર્ડ કે બેંક ખાતા નથી. ત્યારબાદ માહિતી મળી છે કે તેમને 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા સાથે પ્રત્યેક મહિને રૂપિયા 5000 મળશે. આ સાથે શાળા જતા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા માટે પ્રત્યેક મહિને રૂપિયા 2,500 મળશે.
એક NGOએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી
મુંબઈના દરબાર મહિલા સમન્વય સમિતિના મતે લોકડાઉનને લીધે મુંબઈમાં આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોના જીવન પર ગંભીર અસર થઈ છે. અનેક લોકો માટે બે ટંક ભોજન પણ મુશ્કેલ બન્યુ છે. ત્યારબાદ સમિતિએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. એક અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે આ સમુદાયના લોકોને ભોજન અને રહેવાની સુવિધાનો અભાવ છે તેમ જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
5,600 સેક્સ વર્કર્સ અને તેમના 1,592 બાળકોની યાદી તૈયાર
29મી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને ઓળખના પ્રમાણપત્ર પર ભાર આપ્યા વગર યૌનકર્મિયોને ડ્રાઈ રાશન આપવા આદેશ કર્યો હતો. કોર્ટે રાજ્યોને કહ્યું હતું કે તેઓ યૌનકર્મચારીઓને રાશન આપે, જેમણે વધુને વધુ લોકો સુધી પહોંચાડવા નિર્દેશ કર્યો હતો. મહારાષ્ટ્ર મહિલા અને બાળ વિકાસ વિભાગે અત્યાર સુધીમાં મુંબઈ જિલ્લા એઈડ્સ નિયંત્રણ સોસાયટીની મદદથી મુંબઈમાં 5,600 અને તેમના 1,592 બાળકોની યાદી તૈયાર કરી છે.