રાજ્યમાં સાઇબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે. ખાસ કરીને મહિલાઓ સાથે ઓનલાઈન છેડતી, બ્લેકમેઇલિંગ, છેતરપિંડી સહિતની ફરિયાદો વધી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના વર્ષ 2019ના આંકડા અનુસાર, 2018ની સરખામણીમાં ગત વર્ષે મહિલાઓની સાઇબર ક્રાઈમની ફરિયાદો બમણી થઈ છે. ઓનલાઈન ધમકી, સાઇબર પોર્નોગ્રાફી, ફેક અકાઉન્ટ તેમજ બ્લેકમેઇલના કિસ્સાઓમાં કુલ 226થી વધુ એફઆઈઆર નોંધાઈ છે.
2018ની સરખામણીએ 2019માં ફરિયાદોમાં 11.7%નો વધારો
NCRB અનુસાર, રાજ્ય પોલીસે ઓનલાઈન સ્ટોકિંગ અથવા ગુંડાગર્દીના 28 કેસ, સાઇબર પોર્નોગ્રાફીના 21 કેસ, બ્લેકમેઇલના છ કેસ, ફેક અકાઉન્ટના પાંચ કેસ અને માનહાનિ અથવા મોર્ફિંગના ચાર કેસ નોંધ્યા છે. આ તમામ કેસોમાં મહિલાઓ પીડિત હતી. એકંદરે રાજ્યમાં 2018ની સરખામણીએ સાઇબર ક્રાઇમ્સમાં 11.7%નો વધારો નોંધવામાં આવ્યો હતો. કુલ 784 કેસમાંથી 294 કેસ આઇટી એક્ટ હેઠળ નોંધાયા હતા. 2018ની તુલનામાં 2019માં ઓળખ ચોરીના કિસ્સાઓમાં 62% વધારો થયો છે, જ્યારે કમ્પ્યુટર સંબંધિત ગુનાઓમાં 29% વધારો થયો છે.
મહિલા સાથેની હિંસાના કેસમાં સજાની ટકાવારી પણ ઘટીને 25 ટકાએ પહોંચી
રાજ્યમાં મહિલા સાથે વધી રહેલા સાઇબર ક્રાઈમના ગુનાને અટકાવવા માટે તાજેતરમાં જ અમદાવાદમાં નેશનલ કમિશન ફોર વુમન સંસ્થા દ્વારા એક વેબિનાર યોજાયો હતો. “સાઇબર ફ્રાઈમ અગેઈન્સ્ટ વુમન” નામના આ વેબિનારમાં વિદેશી મહિલાઓ પણ જોડાઈ હતી. રિપોર્ટ અનુસાર, સાFબર ક્રાઈમના કારણે અંદાજે 74 ટકા મહિલાઓ ફેસબુક પર અન્ય કોઈ તેના પેજને બ્લોક કરે છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે અંદાજે 35 ટકા મહિલાઓ ઓનલાઈન કોઈ ને કોઈ હિંસાનો ભોગ બની રહી છે, જ્યારે 20 ટકા કેસ એવા છે જ્યાં મહિલાઓને પોતાનું અકાઉન્ટ જ બંધ કરવું પડ્યું છે. બીજી તરફ, ફોર્ડ કરનારની સજાની ટકાવારી પણ 40 ટકાથી ઘટીને 25 ટકાની આસપાસ પહોંચી ગઈ છે.
બેંકો ક્યારે પણ OTP માગતી નથી છતાં કેમ છેતરાય છે લોકો?
સાઇબર સેલના જણાવ્યા અનુસાર, ડિજિટલ ડિવાઇસીસ સાથે એકંદરે ક્રિયા-પ્રતિક્રિયામાં વધારો થતો હોવાથી નિવારણ ઉપચાર કરતાં વધુ સારું છે. તાજેતરનાં સમયમાં આપણે ઘણા દાખલા જોયા છે જ્યાં સ્થાનિકો કોલ સેન્ટર ચલાવતા ચીટરોનો શિકાર બની પોતાની વ્યક્તિગત વિગતો મહિલા-યુવતીઓ આપી દેતી અને બેંક ખાતા અથવા ઇ-વોલેટ્સમાંથી તેણે નાણાં ગુમાવ્યાં હતાં. બેંકો તમને OTP આપવા માટે ફોન કરતી નથી છતાં કેટલાક લોકો ફોન પર આવતા ઓટીપીની વિગત અન્ય વ્યક્તિને આપી દે છે, જેને કારણે તેમના અકાઉન્ટને ભારે નુકસાન થાય છે, એટલે જ દરેકે ડિજિટલ વોલેટનો ઉપયોગ કરતી વખતે સચેત રહેવું જોઈએ.